માર્વેલની માસ્ટરપીસનાં મૂળિયાં જ્યાં છે ત્યાંની માનસિકતા!

આ લખાય છે ત્યારે અમૅરિકાની ચૂંટણી પછી સૌથી વધારે ચર્ચા તાજેતરમાં રીલિઝ થયેલી ‘ડૉક્ટર સ્ટ્રૅન્જ’ નામની ફિલ્મની થાય છે. સ્પાઇડર-મૅનથી માંડીને કૅપ્ટન અમૅરિકા જેવી મૂવિઝ આપ્યાં પછી માર્વેલની આ લેટેસ્ટ મૂવીમાં ચર્ચાનો વિષય છે: પૂર્વીય જગતની અપૂર્વ એન્ટ્રી! આ ફિલ્મ ન જોયેલાઓને તાત્કાલિક ધોરણે ‘અપને નજ઼દીકી સિનેમાઘરોમેં’ ફિલ્મ જોવા જવાની વણમાંગી સલાહ આપવાનું મન થાય એવી જૂજ ફિલ્મો પૈકીની આ એક છે.

Source: Wikipedia

મૂવી છે, ડૉક્યુમેન્ટ્રી નહીં. માટે કલ્પનાઓ અને અતિ-અતિશયોક્તિ હોવાની જ. ‘ગૂડ વર્સિસ ઈવિલ’ની સ્ટીરીઓટાઇપ કહાણી છતાં संस्कृत પુસ્તકો વાંચીને (ખરેખર તો ગૂગલમાં ટ્રાન્સલેટ કરીને!) સજ્જ થનારો અને પછી મલ્ટી-ઇન્ફાઈનાઈટ-ડાર્ક ડાઇમેન્શન્સમાં સફર (સફર અને Suffer બન્ને!) કરનારા ડૉક્ટર-હીરોનું સાનંદાશ્ચર્ય કેરેક્ટર માણવા લાયક ખરું.

પણ આવું બધું संस्कृतમાં લખાયેલ હશે ખરું? મને ખબર નથી. પણ એટલી ખબર છે કે કંઇ પણ વાંચ્યાં પહેલાં ‘હા’ કે ‘ના’ માં જવાબ આપી શકાય નહીં. ગાયત્રીમંત્ર, મહામૃત્યુંજયમંત્ર કે कर्मण्येवाधिकारस्ते… કે यदा यदा हि धर्मस्य… વગેરે જેવા આઠ-દસ શ્લોકો કંઠસ્થ કરી લેવામાં કે ભારતીય આર્મીને લગતો ફોટો ડીપી તરીકે રાખવામાં કે પછી ‘ઇસ મેસેજ કો ઇતના ફૉરવર્ડ કરો કિ પીએમ મોદી તક પહુંચ જાએ’ એવાં સડેલછાપ મેસેજ(HOAX) ફોરવર્ડ કરવામાં જ આપણે આપણાં ભારતીયપણાંનું સાર્થક્ય સમજી લઇએ છીએ! આપણાં દેશમાં હેરી પોટરની ટીકા કરનારાંઓ પણ છે અને ભગવદ્ગીતાની ટીકા કરનારાંઓ પણ છે. મુશ્કેલી એ છે હેરી પોટરની ટીકા કરનારાંઓ પૈકી મોટાભાગનાં લોકોએ હેરી પોટર વાંચી નથી હોતી. (કે ફિલ્મ પણ જોઇ નથી હોતી.) ડિટ્ટો ભગવદ્ગીતા માટે. લગભગ દરેકને ગોખાયેલા એવા ગાયત્રીમંત્રનો અર્થ જાણનારાં આખા દેશમાં કેટલાં ‘ટકા’ હશે?

વાત દીવાની જ્યોત જેવી સ્પષ્ટ છે: આપણને ઊંડાણમાં ઊતરવાનીજ ઍલર્જી છે! ચાહે તે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ હોય કે પછી પ્રાચીન ભારતીય સાહિત્ય. અહીં લોકોને વાદ-વિવાદ કરવા ગમે છે, ચર્ચા નહીં! એટલે જ તો USAમાં હિલેરી-ટ્રમ્પ વચ્ચે જનતા સામે લાઇવ ડિબેટ થાય છે પરંતુ મોદી-રાહુલ વચ્ચે સામસામે ચર્ચા ક્યારેય નથી થઇ!

આપણે આત્યંતિક/Extreme થઈ જવું છે. અને જો કોઈ આપણી માન્યતાથી અલગ બોલે કે લખે તો આપણી લાગણીઓ પેશ્યલ દુભાવા માટે જ હોય છે! કાં તો હું ‘કોઇ’નો ફેન (કે ભક્ત) હોઉં કાં તો તેને વખોડનાર. એ ‘કોઈ’ એટલે બોલિવૂડ, હોલિવૂડ, મોહનદાસ ગાંધી, મોહનચંદ્ર યાદવ, ધોની, મોદી, સચિન, રામદેવ , રઘુરામ રાજન, સાયરસ મિસ્ત્રી, કેજરીવાલ, નોલાન, પુતિન, સ્પિલબર્ગ, દુર્યોધન, ટ્રમ્પ, ભીષ્મ, અર્નબ ગોસ્વામી…વગેરે…વગેરે…

અને છેલ્લે: જ્યાં “સમોસા સાથે લાલને બદલે લીલી ચટણી ખાવાથી તમારો ઉદ્ધાર થશે.” -એવું કહેનારા હજ્જારો નિર્મલબાબાઓને પણ ઢગલે-ઢગલા ભક્તો મળી રહે છે – એવા દેશનું ભવિષ્ય આપણે ટીનેજરો-યુવાનો જ છીએ. તો ચાલોને, વાત-વસ્તુ-વિષયને વ્યવસ્થિત જાણી-માપી-પારખીએ-વિચારીએ-સમજીએ અને ખરાં અર્થમાં સુ-શિક્ષિત બનીએ અને બનાવીએ!

-AC

E-mail: aarsh@ug.iisc.in

94263 10478

કોરી પુરી:
“કાગડો કમળ-વનમાં, હંસ કૂવાનાં પાણીમાં, દુષ્ટ સજ્જનોની મધ્યે અને પંડિત મૂર્ખોની સભામાં શોભતો નથી!”

(એક સંસ્કૃત સુભાષિત)

(નોંધ: આ કોઈ ‘જનહિત મેં જારી’ લેખ નથી! ઉપરાંત ભારત લોકશાહી દેશ છે. સહમત કે અસહમત થવાનો પ્રત્યેક વાચકને અધિકાર છે. )

Please do write your always-most-welcome comments below.

Advertisements

14 thoughts on “માર્વેલની માસ્ટરપીસનાં મૂળિયાં જ્યાં છે ત્યાંની માનસિકતા!

 1. આર્ષ મને અને વિવેકને Doctor Strange ની જેમજ તારો લેખ પણ વારંવાર વાંચવા જેવો લાગ્યો.એકદમ વિચારવા લાયક મુદ્દાઓની તેં વાત લખી છે.ફિલ્મ જોયા પછી આ પ્રશ્ન ને વિચાર વિવેક સાથે ચર્ચાતો હતો કે કેમ આપણે ત્યાં આવું વિચારાતું નથી?એનો જવાબપણ છે આ લેખમાં.માતાપિતાઓ પણ પોતાનાં સંતાનોને comfort zone માંથી બહાર લાવવા નથી ઇચ્છતા….
  આર્ષદૃષ્ટિ માટે અભિનંદન!

  મમતા ,ગાંધીનગર

  Liked by 1 person

 2. કેમ છે આરષ?!
  તુ આવુ લખે છે એ તો મસ્ત surprise છે!
  લેખ નો મુદ્દો જોરદાર છે. જો કે એમા મૂળ મુદ્દા ને લગતા થોડા ઉદાહરણ ઉમેરી ને તેને વિસ્તારવાથી આ concept teenagers ને વધુ સમજાય ને રસ જમાવે એવું લાગે છે.
  હુ doctor strange ને મળવા જરુર જઈશ!

  મિતાલી… વડોદરા

  Liked by 1 person

 3. મારુ માનવું એમ છે કે કોઈ પન રૂઢિગત વિચાર ની વિરૂદ્ધ જાવા થિ જ કોઈ નવા વિચાર ને જન્મ આપી શકય . જેમ કે જો તમારે કોઈ નવી શોધ કરવા નો વિચાર હોય તો તમને જે નિયમ મા ના ખબર પડતી હોય એ ના વિશે જ વિરૂદ્ધ મા વિચાર કરવો આમ કરવા થી બે વાત થાય કે કા તો તમે આના વિશે બધી જ જાણકારી પ્રાપ્ત કરી લેશો કે કોઈ નવા વિચાર ને જન્મ આપશો .આથી કોઈ વિચાર ની વિરૂદ્ધ મ જવું કાઈ ખોટુ તો નાથી જ. પણ કોઈ sencitive point વિશે comment કે વિચાર દરશાવા પેલા 100 વાર વિચારવું જોઇ.

  Liked by 1 person

વન મોમેન્ટ​, કોમેન્ટ તો કરો :

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s